Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Kalyan Sagar (કલ્યાણ સાગર)

Kalyan Sagar

Once, a wedding ceremony was held for the son of King Satnamsinhji in the village of Narecha, located approximately half a mile from Chhapiya. Shri Bal Ghanshyam also went to witness the royal celebration along with His elder brother, Rampratap Bhai, and His childhood companions.

 

The king’s people were celebrating the occasion with great joy and enthusiasm. In the midst of the thousands of people gathered for the celebration, a gun belonging to one of the king’s soldiers accidentally went off. Two people in the crowd were killed instantly.

King Satnamsinhji was deeply saddened by this unfortunate incident that had occurred during an auspicious occasion. Shri Ghanshyam Maharaj then stood upon a stone and called the two deceased men by their names.

 

As soon as He called them, both men came back to life and stood up. At this sacred place, Shri Ghanshyam Maharaj preserved the honour of the king and granted liberation to both men.

 

Therefore, this place came to be known as Kalyan Sagar.

 

A marble platform bearing the divine lotus footprints of Shri Hari has been constructed on the bank of Kalyan Sagar Lake. Adi Acharya Shri Ayodhyaprasadji Maharaj also installed an idol of Shri Hanumanji here.

કલ્યાણ સાગર

છપૈયાથી આશરે અર્ધા માઈલના અંતરે આવેલ નરેચા ગામે એક વખત ત્યાંના રાજા સતનામસિંહજીના કુંવરનો લગ્ન પ્રસંગ હતો. રાજદરબારનો ઉત્સવ જોવા માટે શ્રી બાળ ઘનશ્યામ પણ મોટાભાઈ રામપ્રતાપભાઈ અને બાળસખાઓ સાથે ગયા હતા.

 

આનંદ-ઉલ્લાસથી રાજાના માણસો ઉત્સવની ઉજવણી કરતા હતા ત્યારે હજારો માનવમેદની વચ્ચે જ રાજાના એક સિપાહીની બંદૂક અકસ્માતે ફૂટી ગઈ. માનવમેદનીમાં હાજર એવા બે શખ્સોનું સ્થળ પર જ મૃત્યુ થયું.

રાજા સતનામસિંહ શુભ પ્રસંગે થયેલા આવા અપશુકનથી દુઃખી થઈ ગયા. ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ એક શીલા ઉપર ઊભા રહી મૃત્યુ પામેલા બંને માણસોને તેમનાં નામ લઈને બોલાવ્યા.

 

બોલાવતાની સાથે જ બંને માણસો સજીવન થઈને ઊભા થઈ ગયા. આ જગ્યાએ શ્રી ઘનશ્યામ મહારાજે રાજાની લાજ રાખી બંને માણસોનું કલ્યાણ કર્યું.

 

તેથી આ સાગરનું નામ કલ્યાણ સાગર પડી ગયું છે.

 

આ કલ્યાણ સાગર તળાવ ઉપર ચરણાંવિંદ સહિત આરસનો ઓટો બંધાવેલ છે. આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે અહીં હનુમાનજીની મૂર્તિ પણ પધરાવેલી છે.